ગાંધીનગર સહિત રાજ્યભરનાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી કાર્યકર અને તેડાગર મહિલાઓ દ્વારા સરકારના અન્યાય સામે બાંયો ચઢાવીને કામગીરીનો બહિસ્કાર કર્યો છે. તેમને પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજુરી નહીં અપાતા પુન્દ્રાસણ ગામે આગામી રણનીતિ ઘડવા સંબંધેની બેઠકમાં રાજ્યભરમાંથી મહિલાઓ ઉમટી હડી હતી. સાથે જ આવતિકાલથી સરકારી મોબાઇલ ફોન જમા કરાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.