વિસનગર તાલુકાના તરભ ગામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભારત સરકાર તેમજ ગુજરાત દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ તેમજ પ્રધાનમંત્રીનો લાભાર્થીઓ સાથે સવાંદ કાર્યકમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલનુ ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતુ. રાજ્યપાલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના 17 જેટલા સ્ટોલ ઉભા કરી સ્થળ પર જ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ લાભ મળે તે માટે આયોજન કરાયું હતું.