દેશની સાત રાષ્ટ્રીય સંસ્થાઓના અધિકારીઓએ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી આંતરિક સુરક્ષા અને સાયબર ક્રાઇમ સહિતના મુદ્દે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું. જેમાં તમામ જિલ્લાના પોલીસ વડા, રેન્જ આઈજી, દરેક શહેર પોલીસ કમિશનરથી લઈને ડીજીપી અને રાજ્યના પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.