વન પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલે ડાંગ ખાતે વન કવચનું લોકાર્પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વૃક્ષોના જતન સંવર્ધન માટે શરૂ કરાયેલી વન-કવચ અભિયાનમાં જાપાનની, મિયાવાકી પદ્ધતિ દ્વારા ટૂંક સમયમાં વન ઉભું કરવામાં આવ્યું છે. લોકાર્પણ કરેલા આ વન કવચમાં 70 જાતના 10 હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન કવચથી જૈવવિવિધતામાં વધારો થશે અને પર્યટકો માટે નવું આકર્ષણ ઉમેરાશે.