અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ફ્લેટમાં ગેસ લીકેજ થતા આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી. વહેલી સવારે પાણી ગરમ કરવા જતા ગેસ લીકેજથી આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લઈ અને પોલીસ તેમજ એફએસએલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.