ઠાસરા તાલુાના ઢુણાદરા ગામે આવેલા નાખોટી પરામાં લાઈટ બંધ કરવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઝઘડામાં એક મહિલાએ ત્રણ વ્યકિત પર એસિડ નાંખતા તેઓ શરીરના જુદા જુદા ભાગે ગંભીર રીતે દઝાયા હતા.જેમાં બાળકી પણ દાઝી હતી. આ બાબતે ડાકોર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.