આમ આદમી પાર્ટીના શિક્ષણ સેલ દ્વારા ગુજરાતની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં સ્ટીંગ ઓપરેશન કરાયું છે, જેમાં ત્યાં બેઠેલા વહિવટકર્તાઓ, પદાધિકારીઓ પોતે બોલ્યા છે કે, ‘તમારે કોઈપણ એડમિશન હોય તો તમે આપજો, એ એડમિશનની અંદર એમને કોલેજમાં આવવું ફરજિયાત નથી, કોલેજમાં નહીં આવે તો ચાલશે, માત્ર ને માત્ર પરીક્ષા આપવા માટે આવવું પડશે અને પરીક્ષામાં પણ સેટિંગો ચાલતા હોય છે. અગાઉથી પેપરો પણ આપી દેશું, આવી તમામ વાર્તાલાપ એ ત્યાંના સ્વર્ણિમ યુનિવર્સિટીનો જે બેસાડેલો વ્યક્તિ છે એ કરે છે અને એ વિડીયોસ્ટિંગની અંદર સામે આવ્યું છે.’ AAP નેતા પ્રવીણ રામે પ્રેસ કોન્ફરન્સ કરી નકલી ડિગ્રી કૌભાંડો ચાલી રહ્યા હોવાનો દાવો કર્યો છે