ભરૂચના જુના નેશનલ હાઇવે પર નવસર્જન મોટર્સના ટુ વહીલર શો રૂમમાં રાતના સુમારે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ ઉપર મેળવવા એક પછી એક 5 ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી હતી. બેઝમેન્ટમાં લાગેલી આગના કારણે બુઝવવા માટે પણ ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો.