દેવભૂમિમાં આભ ફાટ્યું...સર્વત્ર પાણી જ પાણી...
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના દ્વારકામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે,દ્વારકાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. દ્વારકા સ્થિત ઇસ્કોન ગેટ સહિતના રસ્તાઓ પર બે ફૂટ પાણી જોવા મળ્યા હતા દ્વારકામાં એક રિસોર્ટ પાસે ચાર લોકો ફસાયાની ખબર મળતા જ પ્રશાસન તંત્ર અને પોલીસના જવાનોએ પહોંચી અને દોરડા વડે તેમને બહાર કાઢ્યા હતા. છેલ્લા બે દિવસ દરમિયાન દ્વારકામાં લગભગ નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જગત મંદિર દ્વારકાધીશ ના 56 સીટીના દ્વાર પાસે પણ પગથિયા પરથી પાણી વહી રહ્યું હતું.