જામનગરમાં અશ્વની 'ઉતરક્રિયા'
જામનગરમાં માલિકનો અશ્વ પ્રેમ હાલ ચર્ચામાં છે,અશ્વ પરિવાર પોતાના સ્વજનની જેમ જ સાચવતા હતા દરમિયાન અશ્વનું મોત થતા પરિવારે શાસ્ત્રોકત વિધિ અનુસાર અંતિમક્રિયા કરી હતી તે બાદ અશ્વનું અગ્યારમું,અને ઉતરક્રિયા કરી બારમું કરવામાં આવ્યું હતું.અશ્વ પાછળ અગ્યાર દિવસ સુધી પરિવારે દરરોજ દફન સ્થળ ઉપર ફૂલહાર, ગાયોને ધાસચારો કરી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ નવસોથી વધુ બાળકોને બટુક ભોજન કરાવાયું હતું.