ખેડબ્રહ્મામાં વાહનોની અવરજવરથી ધમધમતા માર્ગ ઉપર બે આખલા લડ્યા; બાઇક સવારને લીધો અડફેટે
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રખડતાં પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં વાહનોની અવરજવરથી ધમધમતા સ્ટેટ હાઇવે યાદવ કોમ્પ્લેક્સ પાસે આંખલાઓ બાખડતા એક બાઈક સવારને અડફેટે લીધો હતો. જ્યારે અન્ય વ્યક્તિઓના જીવ પડીકે બંધાયા હતા. જેના કારણે તંત્ર અને પશુપાલકની બેદરકારી છતી થઈ છે.