પારડીના પંચલાઈ ગામે માર્ગ પર પડેલા ખાડાને લઇ સર્જાયેલા અકસ્માતમાં વાન ચાલકનું ગંભીર ઇજાને લઇ મોત નીપજ્યું હતું જ્યારે વાનમાં સવાર બે વ્યકિતને ઇજા થઇ હતી. પારડી નાશિક રોડ પર પંચલાઈ સાંઈ મંદિર પાસે માર્ગ પર પડેલા ખાડાના કારણે વાન અને ટેમ્પો સામ સામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.