ગુજરાત યુનિવર્સિટીમાં આજે ત્રણ પ્રોફેસર પર કાર્યવાહી કરાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં સમાજ વિદ્યા ભવનના ત્રણ પ્રોફેસરોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીએ આ નિર્ણય મહિલા પ્રોફેસરની ફરિયાદના આધારે કરવામાં આવ્યો હતો. મહિલા પ્રોફેસરે ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપવાની ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એકટ લાગુ થયા બાદ પહેલીવાર સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી, જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા.