ઔડા દ્વારા ૧૪ આવાસ યોજનાના 2510 લાભાર્થીઓની રુપિયા 19 કરોડથી વધુની પેનલટી માફ કરવા કારોબારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. લાભાર્થીઓને બાકીના હપ્તા ભરવા 31 માર્ચ-2024 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઘણાં કિસ્સામાં લાભાર્થીના મુળ હપ્તા કરતા પેનલટીની રકમ વધી જતી હતી.