ડાકોર; 2 કરોડના ખર્ચે તૈયાર બગીચામાં પશુઓનો અડિંગો
ડાકોર શહેરના નાની ભાગોળ પાસે યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવેલા પાર્કિંગ અને બગીચો હાલ શોભાના ગાંઠીયા સમાન બન્યો છે. તંત્રની અણઆવડતના કારણે રખડતા ઢોર અને શ્વાને અડીંગો જમાવ્યો છે. તો વળી સ્થાનિક નાગરિકો સંકુલની દિવાલ અને ગેટ પર કપડા સુકાવી રહ્યા છે.