વિવિધ સેક્ટરમાં ૧૦૦ જેટલા સરકારી આવાસમાં કર્મચારીઓનો અનધિકૃત કબ્જો હોવાનું ફલિત થતાં રિપોર્ટના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉપરોક્ત આવાસ ખાલી કરાવવા માટે કાયદેસરની કાર્યવહી કરવાનો આદેશ આપવામાં આવતાં તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ કિસ્સામાં નોટિસ આપવાની તૈયારી કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આવા આવાસ ખાલી કરાવવામાં આવ્યા બાદ પણ તે આવાસ મજબુતીની દષ્ટિએ રહેવા લાયક હોવા સંબંધમાં ઇજનેરી તપાસ કરાવાયા બાદ જ તેની નવેસરથી ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.