અમરેલીના વડિયામાં ખેડૂતને PGVCLની વિચિત્ર નોટિસ મળી છે.અમરેલીના નાની કુંકાવાવ ગામના ખેડૂતને 1 રૂપિયો ભરવા કોર્ટની નોટિસને લઇ ચર્ચાનો વિષય બન્યો છે.1 રૂપિયો ભરપાઈ કરવા માટે PGVCLએ 5 રૂપિયાની ની ટિકિટ સાથે આ નોટિસ ફટકારી છે.તેમજ 1 રૂપિયો ભરવા માટે ખેડૂતને લોકઅદાલતમા હાજર રહેવા આદેશ પણ આપવામાં આવ્યો છે.