અદાલતમાં કેસોની સુનાવણી દરમ્યાન વર્દી વિના સાદા ડ્રેસમાં આવતી પોલીસની ગેરશિસ્તને લઇ હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી સરકારને નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ જે.સી.દોશીએ સરકારપક્ષને સાફ શબ્દોમાં જણાંવ્યું હતું કે, તમારી પોલીસને વર્દી પહેરવામાં શું તકલીફ પડે છે...? કોર્ટ સમક્ષ હાજર થનાર કોઇપણ પોલીસ અધિકારી કે કર્મચારી હોય તે ખાખી વર્દી કે તેમના ફરજના ગણવેશમાં નહી આવે તો હાઇકોર્ટ સહેજપણ સાંખી નહી લે.