અમદાવાદ શહેર પોલીસે ટ્રાફિકની સરળ આવન-જાવન રહે તે માટે મુખ્ય ટ્રાફિક જંકશન ઉપર ફ્રી લેફ્ટ ટર્નના આયોજનો કર્યાં છે. આમ છતાં ફ્રી લેફ્ટ ટર્ન કે રાઈટ ટર્ન લેવાના મામલે ૩૦ ટકા આસપાસ અમદાવાદીઓ રોન્ગ ચાલી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ફ્રી-લેફ્ટ બાબતે ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં વિક્ટોરીયા ગાર્ડન, કાલુપુર સર્કલ અને મેમ્કો ખાતે વાહનચાલકો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.