યાત્રાધામ અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં બે દિવસીય અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું 27મું મહાઅધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે 24 કલાક વીજળીના કારણે ગામડાં ભાંગતા અટક્યા છે.રૂપાલાએ આદ્યશક્તિ મા અંબા અને કામાક્ષી મંદિરમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.