અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા શહેરમાં આવેલા વૃક્ષ ઉપરની ધુળ દુર કરવા મીસ્ટ મશીનથી સ્પ્રે કરવામાં આવશેે.એર કવોલીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત હવામાં ઘુળના રજકણ તથા રોડ ડસ્ટના કારણે થતા હવાના પ્રદૂષણને ઘટાડવા માટે રુપિયા ૪૪ લાખ ઉપરાંત જી.એસ.ટી.ચુકવી મીસ્ટ મશીન ખરીદવામાં આવ્યુ છે. આગામી સમયમાં આ પ્રકારના વધુ મશીન ખરીદ કરી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષ ઉપરના પાંદડા ઉપરની ધુળ દુર કરવા મીસ્ટ મશીનથી સ્પ્રે કરવામાં આવશે