રિવરફ્રન્ટ પરના ફ્લાવર ગાર્ડનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું 3.5 કરોડના ખર્ચે ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે. તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં 200 ફૂટની ગ્લોઈંગ ટનલ, જુદી જુદી ડિઝાઈનના 80થી 90 સ્કલ્પચર મુકાશે. તેમજ અટલ બ્રિજ પાસે નદીમાં 6 કરોડના ખર્ચે મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. જે દુબઈના મ્યુઝિકલ ફાઉન્ટેન જેવો જ હશે.