એએમટીએસએ સ્કૂલના પ્રવાસ માટે ભાડાંથી અપાતી બસની સમયમર્યાદામાં વધારો કર્યો છે. હવે રૂ. 1500 પ્રતિ બસ માટે સમયમર્યાદા વધારીને 3 કલાક નક્કી કરાઈ છે. ત્યારબાદ વધારાની 30 મિનિટ માટે રૂ.500 વધુ વસૂલાશે. જ્યારે મ્યુનિ.ની સ્કૂલો માટે 3 કલાકનું લઘુતમ ભાડું રૂ.750 પ્રતિ બસ નક્કી કરાયુંં છે. શૈક્ષણિક પ્રવાસની બસ વર્ધી માટે છેલ્લા 11 મહિનામાં એએમટીએસને માત્ર 34 વર્ધી જ મળી હતી. જેમાં ખાનગી સ્કૂલની 20 અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલની 14 વર્ધીનો સમાવેશ થતો હતો