મોરબીમાં નકલી ટોલનાકાને લઇ હજુય રાજનીતિ ગરમાઈ રહી છે ત્યાં મોરબીમાં આવકવેરાની નકલી નોટિસને લઇ સબ કુછ નકલીની ચર્ચા જોર પકડી રહી છેમોરબીમાં આવકવેરા વિભાગની નકલી નોટિસના આધારે ખેડૂતના પુત્ર અને પુત્રી સાથે 78.61 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે મોરબી સીટી A ડિવિઝન પોલીસ મથકમાં મનસુખભાઇ કાવરે ફરિયાદ નોંધાવતા પોલીસે ભેજાબાજ હર્ષ દવેને ઝડપી પાડ્યો છે.