રાજ્યમાં નકલીનો સિલસિલો સતકતો નથી,જૂનાગઢમાં નકલી ધારાસભ્ય બાદ નકલી DYSP ઝડપાયો છે. વિનીત દવે નકલી DYSPના ID સાથે રોફ જમાવતો હતો તેમજ નકલી DYSP બની અંદાજિત રૂપિયા 2.11 કરોડની છેતરપિંડી પણ આચરી છે. પોલીસ ખાતામાં નોકરી અપાવીને લોકોને છેતર્યા હોવાનું સામે જાણવામાં આવ્યું છે.જ્યુડિશિયલ કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિનીત દવે પાસેથી ચાલુ કોન્સ્ટેબલની નોકરી કરતા બે કર્મચારીના આઈકાર્ડ પણ મળ્યા છે. પોલીસ કર્મચારીઓના કાર્ડ ઉપર પોતાનો ફોટો લગાવી રોફ જમાવતો હતો.