આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં રહેતાં બાળકો આણંદની કે જે ઠક્કર સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ બાળકો દરરોજ ઇકો કાર મારફતે સ્કુલે જાય છે. દરમ્યાન વિદ્યાર્થીઓ ભરેલી આ ઇકો કાર ભાલેજ આણંદ રોડ પર આવેલ રાહતળાવ ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી. તે વખતે માર્ગ પર પૂરપાટ ઝડપે આવતો એક ટેમ્પો નંબર એકાએક સ્કૂલવાન સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર 5 વિદ્યાર્થીઓ ને વત્તા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી.