પલસાણા તાલુકાના ભૂતપોર ગામે હત્યારા એ ક્રુરતાની હદ વતાવતો હોઈ એમ પથ્થર વડે યુવકનું માથું છૂંદી નાખ્યું હતું. સાથે બંને આંખો પણ ફોડી નાખી હતી. તપાસમાં મૃતક ભૂતપોર ગામનો અને વીજ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા ગૌરાંગ ઉર્ફે લાલુ માંહ્યવંશી હોવાનું સામે આવ્યું હતું. સની પટેલ અને મૃતક ગૌરાંગ માંહ્યવંશી બંને એકજ ગામના રહેવાસી હોય કોઈક બાબતને લઇ બોલાચાલીની અદાવત રાખી સની પટેલે ગૌરાંગ માંહ્યવંશીનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે હત્યારા સની પટેલની ધરપકડ કરી છે. ત્યારે કોંગ્રેસ આગેવાનોએ તેમના પરીવાર ને સાંત્વના પાઠવી હતી. સાથે અનુસૂચિત જાતિ વિભાગમાંથી મળતી સહાય તાત્કાલિક આ પરિવારને મળે તે બાબતે પણ રજૂઆત કરી આવી હતી.