સાબરમતી આશ્રમના સેક્રેટરી પદ પરથી અમૃત મોદીએ રાજીનામું આપ્યું છે. જોકે આશ્રમ ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે, તેઓ આવનારા સમયમાં પણ સાબરમતી આશ્રમ સાથે જોડાયેલા રહેશે. સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ડિરેક્ટર અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે, ઉંમરના કારણે અમૃતભાઈની તબિયત સારી રહેતી નથી. આથી તેઓ તેમના દીકરા સાથે રહેવા ગયા છે. આશ્રમ સાથે તેઓ જોડાયેલા રહેશે.