રામ મંદિરના પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરવામાં આવી છે. પીઠડિયાએ મહિલાને બદનામ કરવા માટે ખોટી પોસ્ટ બનાવીને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી. હાલ અમદાવાદ સાયબર ક્રાઇમે આ કોંગ્રેસી નેતાની ધરપકડ કરી લીધી છે. સાયબર સેલે IPCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.