વટવામાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે રૃા. ૨.૧૩ લાખના વિદેશી દારુના જથ્થા સાથે ત્રણ બુટલેગરને ઝડપી પાડયા હતા. બુટલેગર રાજસ્થાન બાંસવાડાથી ખાનગી ગાડીમાં પાયલોટિંગ કરીને દારૂ ભરેલી ટ્રક ઘર સુધી લઈ આવ્યો હતો. જો કે પોલીસને શંકા ન જાય તે માટે ટ્રકમાં ગાદલાની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે દારૂ તેમજ મિની ટ્રક સહિત કુલ રૂ.12.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.