સેટેલાઈટમાં રહેતા અને માનસી ચાર રસ્તા નજીક સ્પા ધરાવતા વેપારીએ સ્પાની બ્રાન્ચ શરૂ કરવા તેમજ ફર્નિચર માટે 4 વેપારીઓ પાસેથી 5 થી 10 ટકા માસિક વ્યાજે દોઢ કરોડ લીધા હતા. જેમાંથી 50 લાખ કરતાં પણ વધારે ચૂકવી દીધા હતા, ત્યારબાદ તે વ્યાજ ચૂકવી નહીં શકતા વ્યાજખોરો કિડની કાઢીને વેચી દેવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાથી આખરે વેપારીએ ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.