મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મણિનગર ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું. તદુપરાંત એલ.જી.હોસ્પિટલ ખાતે નવા વસાવવામાં આવેલા 128 સ્લાઈસ સી.ટી.સ્કેન વીથ કોરોનરી એન્જીયોગ્રાફી મશીનનું તેમજ મણિનગર વોર્ડમાં નવનિર્મિત અદ્યતન વ્યાયામ શાળાનું લોકાર્પણ કર્યું હતું.