નડિયાદ અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો છે, જેમાં ઢોર વાડાઓમાં પશુઓને રાખવાની ક્ષમતા ઉપરાંત તેમને અપાતા ચારા અને મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની વિગતો તાત્કાલિક ધોરણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મગાવવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર ઉપરાંત નડિયાદ કલેકટર અને જવાબદાર પક્ષકારોને આ તમામ મુદ્દે 24 કલાક એટલે કે એક જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ કે, જો ઢોર નિયંત્રણ નીતિ ની અમલવારીની આડમાં પશુઓના મોત થતા હશે તે પણ ચલાવી લેવાશે નહીં. ગુજરાત હાઇકોર્ટે વધુમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વ્યક્તિઓના સ્વાર્થમાં નિર્દોષ પશુઓના જીવ લેવાની ઘટનામાં ભગવાન પણ આપણને માફ નહીં કરે.