અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા તેમજ ઈલેકટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિસ્તારના ૧૨ લોકેશન ઉપર ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે.મોટાભાગના સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન બનાવવાની કામગીરી પુરી કરી લેવામાં આવી છે.આગામી સમયમાં શહેરમાં વધુ સ્થળોએ ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવા તંત્રે કવાયત શરુ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફટબજેટમાં શહેરના કુલ ૩૦૦ લોકેશન ખાતે ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરુ કરવા જાહેરાત કરાઈ હતી.