પકડાયેલા પશુઓને રાખવા કેટલ શેડ-કેટલ પોન્ડ બનાવવા,હયાત કેટલપોન્ડને અપગ્રેડ કરવા સહિતની કામગીરી કરાવવા માટે રાજય સરકાર પાસેથી જરુરી નાણાંકીય સહાય ગ્રાન્ટરુપે માંગવાની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવશે.એ.એમ.ટી.એસ.ડેપો જમાલપુર વિસ્તારમાં આવેલો છે.ડેપોની ૭૦ હજાર ચોરસમીટર જગ્યા પૈકીની પાંચ હજાર ચોરસમીટર જગ્યામાં એનીમલ રેસ્કયુ સેન્ટર -કેટલ પોન્ડ બનાવવા સ્ટેન્ડિંગ કમિટિની મંજુરી માંગવામાં આવી છે.