અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલમાં હત્યાના આરોપીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે. પરંતુ બીજી તરફ પોલીસને આ યુવક પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે ભૂલ કરી છે તેઓ ઉલ્લેખ કર્યો છે અને પ્રાયશ્ચિત માટે આ પગલું ભર્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.