આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું છે, આ માટે હું વિસાવદરની જનતાની માફી માગું છું. આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે જ છે. ભાજપ 'આપ'ને તોડવા માંગે છે. કારણ કે તેમને ખ્યાલ છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં 'આપ' સરકાર બનાવશે. ચૈતરભાઇને પણ ખોટા કેસ કરીને ખૂબ જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજીને પણ જેલમાં નાખવાની કોશિશ કરી રહ્યા છે.