આમ તો ક્રિકેટ જગતમાં અત્યાર સુધી કચ્છનું પ્રતિનિધિત્વ નહિવત હતું જોકે હવે આશા બધાઈ છે કે આવનાર દિવસમાં ભારતીય ક્રિકેટને કચ્છ એક ઉમદા ક્રિકેટર આપશે,હાલ યુએઈમાં ચાલી રહેલ એશિયા કપ અન્ડર 19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છના સરહદી લખપત તાલુકાના રાજ લીંબાણીની ઘાતક બોલિંગ હાલ ચર્ચામાં છે અને રાજ લીંબાણીને કચ્છના સામી તરીકેની ઓળખ પણ મળી રહી છે નેપાળ સામેની મેચમાં રાજ લીંબાણીએ માત્ર 13 રન આપીને 7 વિકેટ ઝડપી કચ્છનું ગૌરવ વધાર્યું હતું હવે રાજ લીંબાણીને કુકઠવાસીઓ ભારત તરફથી રમતા જોવા માંગે છે.