પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈની ટ્રેન 160 કિલોમીટર દોડે તેની કામગીરી 95 ટકા જેટલી પૂર્ણ થઇ ગઈ છે. જેના પગલે માર્ચ-2024થી અમદાવાદથી મુંબઇ ટ્રેનમાં બે કલાક વહેલા પહોંચી શકાશે. પ્રીમિયમ ટ્રેનમાં હાલ અમદાવાદ-મુંબઇનું 524 કિલોમીટરનું અંતર 6 થી 8 કલાકનો સમય લાગે છે. પરંતુ માર્ચ-2024થી 4 થી 6 કલાકમાં પહોંચતાં મુસાફરોનો બે કલાકનો સમય બચશે.