સુરતમાં બનેલા વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું આગામી તા. 17મી ડિસેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત ઉદ્દઘાટન કરવાના છે. તે પહેલાં ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી કંપનીએ બાકી લેણાંના મામલે સુરત ડાયમંડ બુર્સની કમિટી વિરુદ્ધ દાવો માંડ્યો હતો. જેની આગામી તા. 16મી ડિસેમ્બરને શનિવારના રોજ સુનાવણી હાથ થવાની હતી. પીએસપી કંપનીએ કરેલા દાવાને લઈને સુરત બુર્સને 100 કરોડ ભરવા મુદ્દે સુરત કોર્ટે આદેશ આપ્યો હતો. જો કે બુર્સના સંચાલકોએ રુપિયાની ચૂકવણી કરી નહોતી. આ સમગ્ર મામલે 3. 538 કરોડ ન ચૂકવાતા મોટો વિવાદ સર્જાયો હતો. જેમાં હાલ પૂરતો સુરત કોર્ટના આદેશ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. આ સ્ટે 27 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.