નરોડાની ઉમા શિક્ષણ તીર્થ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી અને જેઈઈની તૈયારી કરી રહેલી અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીને સરકારે રૂ.32,300ની સ્કોલરશિપ આપી હતી, જેમાંથી ક્લાર્ક અને પ્યૂને રૂ. 12 હજારની લાંચ માગી હતી, જેથી વિદ્યાર્થિનીના પિતાએ એસીબીમાં ફરિયાદ કરતા પોલીસે બંનેને સ્કૂલ કેમ્પસમાં જ લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. કલાર્ક નિકેત પટેલના કહેવાથી આરોપી પટ્ટાવાળા શિવાજી ઠાકોરે હેતુલક્ષી વાતચીક કરીને લાંચના નાણાંનો સ્વીકાર કર્યો હતો. આમ એસીબીએ ક્લાર્ક અને પટ્ટાવાળા બંનેની અટકાયત કરીને કાર્યવાહી શરુ કરી હતી.