ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે ચીનના રહસ્યમયી રોગ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં હોસ્પિટલોને કોઈપણ મોટી બીમારીના ફેલાવા માટે તૈયાર રહેવા માટે સૂચવવામાં આવ્યું છે. તથા હોસ્પિટલોમાં સ્ટાફ, બેડ, જરૂરી દવાઓ, ઓક્સિજન, એન્ટીબાયોટીક્સ, પીપીઈ કીટ, ટેસ્ટીંગ કીટ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને માર્ગદર્શિકા જારી કરી 17 ડિસેમ્બર સુધી હોસ્પિટલોમા મોકડ્રીલ અંગેની સુચના આપવામાં આવી છે.