રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની પાંચ વર્ષ સુધી માનદ વેતનથી ભરતી કરવા તથા પાંચ વર્ષ સુધી સંતોષકારક કામગીરી બાદ છઠ્ઠા વર્ષથી મળવાપાત્ર પગાર ધોરણનાં લાભો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં બઢતી, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે. પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે. બઢતી, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે.