ગુજરાતના ગૌરવ સમાન મહેસાણાના થોળમાં પક્ષી અભ્યારણ આવેલું છે. જ્યા દર વર્ષ હજારો લાખો પક્ષી અનેક હજાર કિલોમીટર કાપીને ત્યા આવે છે. દસ હજાર કિલોમીટર અંતર કાપી મહેસાણામાં પક્ષી પહોચ્યું છે. કડીના થોળમાં પક્ષી અભયારણ્ય ખાતે કુંજ નામનું પક્ષીઓ હજારો કિમી કાપી પહોંચ્યું છે. ગત વર્ષે 4 કુંજ પક્ષીઓને GPS લગાવવામાં આવ્યા હતા. GPS લગાવેલા 4 પક્ષીઓ ફરી થોળ તળાવમાં આવી પહોંચ્યા છે. GPSના આધારે માલુમ પડ્યું કે કુંજ પક્ષીઓએ 10,000 કિમી અંતર કાપીને ફરી એકવાર આ વર્ષે થોળમાં આવી પહોંચ્યા છે. કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરી આ પક્ષીઓ આવ્યા છે.