AAPના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. તેઓ વનકર્મીને માર માર્યાના કેસમાં છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા ત્યારે હવે તણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે.આ દરમિયાના તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. તેમના પર નર્મદા જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો અને તેઓ છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા. આ કેસમાં ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને બંને કોર્ટે ફગાવી દીધી હતી.