ભારત સરકાર દ્વારા માલગાડીઓ માટે બનાવેલા ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર અંતર્ગત બીલીમોરા શહેરમાં દેસરા સ્થિત રેલવે ફાટક ઉપર 4 વર્ષે ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, પણ 2 મહિનાથી વધુ સમય વીતવા છતાં લોકાર્પણ કરવામાં આવ્યું નથી. જેથી સ્થાનિકો સાથે વિપક્ષ પણ બ્રિજનું લોકાર્પણ વહેલામાં વહેલું થાય એવી માંગ કરી રહ્યું છે. જો 19 ડીસેમ્બર સુધીમાં જવાબ ન મળે તો વિપક્ષ નાગરિકો સાથે મળી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.