ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોનાં લઘુતમ વેતન, પ્રમોશન, નિવૃતિ વય મર્યાદા વધારા સહિતની ૧૨ જેટલી માંગણીઓ માટે તથા નિયમીત પગારો, નિયમિત બીલો ચુકવણા સહિતની માંગણીઓ માટે ગત ઓકટોમ્બર માસથી આંદોલન ચલાવી રહી છે. તા. ૨૦ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધીમાં ગુજરાતનાં ૧૦૮ જેટલા ધારાસભ્યો તથા ૧૪ જેટલા સંસદ સભ્યોને સામુદાયીક રીતે તેમનાં કાર્યાલયોએ આવેદન પત્રો આપી સરકાર દ્વારા નિર્ણય કરાવી આપવા જણાવાયું છે.