ભાવનગર મનપા દ્વારા શિવાજીસર્કલ વિસ્તારમાં કોટપા ડ્રાઇવ યોજાઈ હતી, જેમા આ વિસ્તારોમાં તમાકુ તેમજ સિગારેટના વેચાણવાળી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્કૂલ-કોલેજની આજુબાજુમાં ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારની દુકાનોમાં ચેકિંગ કરતા ૬ દુકાનદારને રૂ. ૨૦૦ લેખે કુલ રૂ. ૧,૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જાહેરમાં ધુમ્રપાન કરતા એક વ્યકિતને જાહેરમાં ધુમ્રપાન બદલ રૂ. ૫૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.