વર્ષ 2021 દરમિયાન ક્રાઇમ બ્રાન્ચએ બિચ્છુ ગેંગના 26 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં છે. જેની વિરુદ્ધ 64 ગુનાઓ નોંધાયા છે. અસલમ બોડિયાએ વડોદરાની સ્પેશિયલ GUJCTOC કોર્ટમાં બીફોર ચાર્જસીટ તેમજ આફ્ટર ચાર્જસીટ રેગ્યુલર જામીન અરજી ગુજારી હતી. જેની આશરે 31 વખત સુનાવણી ચાલ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે અરજદારની જામીન અરજીના મંજૂર કરી છે. બિચ્છુ ગેંગ વિરુદ્ધ 202 ગુનાઓ દાખલ થયા છે. તેમજ ગળપાદર જિલ્લા જેલ અધિક્ષકે અસલમ બોળીયા ને હાઈ સિક્યુરિટી જેલમાં ટ્રાન્સફર કરવા માટે અરજી ગુજારી છે.