ઓડદર ગામે રહેતા માથાભારે છેલાણા ગેંગના સભ્યો દ્વારા બેથી લઇને અઢાર જેટલા ગુન્હાઓ આચરીને ખૂન, ખૂનની કોશિશ, ખંડણી, રાયોટીંગ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ આચરવામાં આવી હોવાથી જિલ્લા પોલીસવડાએ છેલાણા ગેંગના લીડર અને તેના નવ સાગરિતો મળી કુલ દસ શખ્સો સામે ગુજ-સી-ટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારની આ કાયદા હેઠળ કાર્યવાહી થયાનું એસ.પી.એ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કર્યુ હતું.